હાલોલ વિધાનસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યો પક્ષ વિરોધી પ્રવૃતિ કરતાં હોય તેવા 7 સભ્યો તાત્કાલીક અસરથી પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા.
હાલોલ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચુંટણી લડી રહ્યા છે. ત્યારે હાલોલ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યો પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને લઈ હાલોલ ભાજપના સક્રિય સભ્યો એવા રામચંદ્ર રમણલાલ બારીયા, રતીલાલ રમણલાલ બારીયા, સુભાષભાઈ રમણલાલ પરમાર, ચિરાગભાઈ સુભાષભાઈ પરમાર, વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમાર, એપીએમસી ઘોઘંબા ચેરમેન મહેન્દ્રસિંહ મોતીસિંહ પરમાર, ભગવતીબેન રામચંદ્ર બારીયાને ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.
જયારે લુણાવાડા વિધાનસભા વિસ્તારના ભાજપના સક્રીય 8 કાર્યક્રરો વર્ષ 2022ની ચુંટણીમાં પાર્ટી વિરુદ્ધ કૃત્ય કર્યાના ફોટોગ્રાફ, વિડીયો રેકોર્ડીગ, અોડીયો રેકોર્ડીગના અાધારે લુણાવાડા ભાજપના હોદ્દેદારો અને સક્રીય કાર્યકર જુવાનસિંહ તલાર, અમરીશભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, સંજયભાઇ પટેલ, ડો.પીનાકીન પટેલ, ભુલાભાઇ કુબેરભાઇ પટેલ, સ્નેહલભાઇ પાઠક અને અલ્પેશભાઇ કાછીયાને ભાજપ નિષ્કાશીત કર્યા હતા. પંચમહાલ અને મહિસાગર જિલ્લાના પક્ષ વિરોધી કૃત્ય કરનાર કાર્યકરોને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરતાં છુપી રીતે પાર્ટી વિરુદ્ધ જઇને અન્ય ઉમેદવારનો પ્રચાર કરતાં ગભરાહટ પેસી ગયો હતો.