જૂનાગઢ અને ગીર સોમનાથના હાજીઓ માટે માંગરોળ ખાતે હજ કમીટી દ્વારા હજ તાલિમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જૂનાગઢ ના માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી જમાતખાના ખાતે હજ કમીટી દ્વારા 2022માં હજજ માં જનાર હાજીઓ માટે તાલીમ કેમ્પ યોજાયો. આ તાલીમ કેમ્પમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના 175 જેટલા હાજીઓ ને હજજ માટેની તાલીમ ટ્રેનર હનીફ ભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જેમાં હજજના તમામ અરકાન વિશે સમજણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં યુસુફભાઈ પટેલ, મુફ્તી હનીફ જળા સહિત ના મહેમાનો એ હાજરી આપી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા હારુન ભાઈ કોતલ ગનીમત, સકીલભાઈ મુન્શી, અલ્તાફ શેખ, ઉંમર દલ, ફારૂકભાઈ પેરેડાઈઝ, હુસેન ભાઈ ગઢિયા, અબ્દુલભાઇ અકાણી, રફીક પુરાણી, ઉંમર બાપુ, અશરફ બેલીમ, અલ્તાફ કુરેશી, યુસુફ અલાદ સહિત એકતા ફાઉન્ડેશન ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.