આજે ગુજરાતના મહાન ગણિતશાસ્ત્રી અરૂણ વૈદ્યનું 85 વર્ષે નિધન થયું છે. છેલ્લા 5 વર્ષથી બ્રેઈન ક્લોટની તકલિફથી ઝઝૂમી રહેલા અરુણ વૈદ્યનું આજે સવારે હાર્ટ એટેક આવતા નિધન થયું છે.
તેઓ 1996માં મુંબઈ ખાતે યોજાયેલ આંતર્રાષ્ટ્રીય ગણિત સ્પર્ધાના મુખ્ય આયોજક તથા જ્યુરી રહ્યા હતા. ગુજરાત યુનિવર્સીટીના ગણિત વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ રહેલા અરુણ વૈદ્યની પુસ્તક આપણી મોંઘી ધરોહરને જીવન લેખન પારિતોષકથી નવાજમાં આવ્યું છે. ગણિતના અઘરામાં અઘરા દાખલા ગણી સકનાર ગણિતશાસ્ત્રી અરૂણ વૈદ્યના નિધનથી રાજ્ય અને રાષ્ટ્રમાં ગણિત ક્ષેત્રે બહુ ખોટ પડી છે.