ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે સૌથી વધારે શૈક્ષિણક પર અસર જોવા મળી છે. માર્ચ મહિનાથી કોરોના વાયરસના કહેરના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હાલ રાજ્ય સરકારે હોસ્ટ પોસ્ટ સિવાયના વિસ્તારોને છુટછાટ આપી છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીની પરિક્ષાને લઈને ઘણી મુંજવણી પણ હતી. ત્યારે યુનિવર્સિટી દ્વારા પહેલા પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી અને હવે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ આપવામાં આવ્યું છે.
(File Pic)
મળતી માહિતી મુજબ, કોરોનાના કહેરના કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લીધા વગર જ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં મુલ્યાંકના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે. આજે ગુજરાત યુનિવર્સિટીએ BCA, BBA, BSC સેમેસ્ટર 2 અને 4ના પરિણામ જાહેર કર્યા છે.
(File Pic)
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉંચા પરિણામ સાથે વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં BCA સેમેસ્ટર-2નું 95.36 ટકા અને સેમેસ્ટર-4 નું 92.35 ટકા પરિણામ જાહેર કરાયું છે. આ સાથે યુનિવર્સિટીએ BBA સેમેસ્ટર-2નું 90.31 ટકા અને સેમેસ્ટર 4નું 89.35 ટકા પરિણામ જાહેર કર્યું છે. BSC સેમેસ્ટર-2નું 88.30 અને સેમેસ્ટર-4નું 85.64 ટકા પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકશે.