નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતના નામે નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. અહીં 108 અલગ-અલગ જગ્યાએ 4 હજાર લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કર્યા છે. સૌથી વધુ લોકો એકસાથે સૂર્ય નમસ્કાર કરવા બદલ ગુજરાતનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના વખાણ કર્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગુજરાતના વખાણ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતે 2024નું એક નોંધપાત્ર સિદ્ધિ સાથે સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે 108 નંબરનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. સ્થળોમાં પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે, જ્યાં ઘણા લોકોએ હાજરી આપી હતી. આ ખરેખર યોગ અને આપણી સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને બધાને સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવા વિનંતી કરું છું. ઘણા ફાયદા છે.
માહિતી અનુસાર, એકલા મોઢેરા સૂર્ય મંદિરમાં 2 હજાર લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કર્યા. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીં હાજર રહ્યા હતા. સૂર્ય નમસ્કારને લઈને અત્યાર સુધી કોઈ દેશ પાસે કોઈ રેકોર્ડ નથી. પરંતુ ગુજરાતના કારણે આ રેકોર્ડ ભારતના નામે નોંધાયો છે.
રાજ્યભરમાં 108 અલગ-અલગ સ્થળોએ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકે ભાગ લીધો હતો. ગુજરાતના ગૃહમંત્રી સંઘવીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, “આજે ગુજરાતે દેશ અને વિશ્વનો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે, જ્યાં 108 સ્થળોએ હજારો લોકોએ એકસાથે યોગ કર્યા હતા.
તેમણે યોગને વૈશ્વિક અપનાવવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં યોગને અપનાવવામાં આવી રહ્યો છે.
Gujarat welcomed 2024 with a remarkable feat – setting a Guinness World Record for the most people performing Surya Namaskar simultaneously at 108 venues! As we all know, the number 108 holds a special significance in our culture. The venues also include the iconic Modhera Sun… pic.twitter.com/xU8ANLT1aP
— Narendra Modi (@narendramodi) January 1, 2024