ગુજરાતનું બજેટ રજૂ થાય એ પહેલા ભારતના રાજ્યો માથે દેવાની વિગતો બહાર આવી છે જેમાં ગુજેરાત દેવાદાર રાજ્યોના લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે. ગુજરાત વિધાનસભા સત્રમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે.
જોકે આ પહેલા ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગુજરાત માથે રુપિયા 3.25 લાખ કરોડની આર્થિક જવાબદારી હોવાનું જાણવા મળ્યુ છે. દેશના 10 દેવાદાર રાજ્યમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. જ્યારે દેવાદાર રાજ્યોમાં પ્રથમ નંબરે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર દેવાદાર રાજ્યોમાં બીજા નંબર પર છે.
ગુજરાત માથે રૂ.3.25 લાખ કરોડની આર્થિક જવાબદારી છે. 2014માં ગુજરાતની રાજ્ય વિકાસ લોન માત્ર 78 હજાર 21 કરોડ હતી. 2020 સુધીમાં વધીને 2 લાખ 5 હજાર 23 કરોડ થઇ . 1 લાખ 15 હજાર 805 કરોડ સહિત આર્થિક જવાબદારીમાં વધારો થયો છે. 2014-2020 મુજબ આર્થિક જવાબદારીમાં 1 લાખ 37 હજાર 444 કરોડનો વધારો થયો છે.