અત્યારે સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ પણ ઉભુ થયુ છે. હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે તે આગામી 4 અને 5 મે જુનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં હિકા વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોડાઇ રહ્યું છે.. 4 અને 5 જૂને હિકા વાવાઝોડું ત્રાટકી શકે છે. દ્વારકા, ઓખા, મોરબી અને કચ્છમાં વાવાઝોડાનો ખતરો ફેલાયો છે.. કંડલા અને આસપાસનાં વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકશે.
ગુજરાતથી વાવાઝોડું રાજસ્થાન તરફ ફંટાઇ શકે છે.. અગાઉ હિકા વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાનું હતું.. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.
હવામાન ખાતાની અપડેટ અનુસાર અત્યારે અરબી સમુદ્રનું ડિપ્રેશન ઓમાન-યમન પાસે કેન્દ્રિત છે. વિન્ડી ડોટકોમ વેબસાઈટ અનુસાર અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ ડિપ્રેશન વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.
જોકે આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.