ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યાં હવે વાવાઝોડાનું સંકટ ઘેરાયુ છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયુ છે. 1 જૂન સુધીમાં લોપ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને ઉત્તર દિશા તરફ આગળ વધશે.
બીજી જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ અને ૩ જૂનના ગુજરાતના દરિયાકિનારે પહોંચશે. જેના પગલે આગામી ૪-૫ જૂનના ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પૂરી સંભાવના છે..જેના પગલે આગામી 4-5 જૂનના ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પૂરી સંભાવના છે.
મળતી માહિતી મુજબ, હવામાન વિભાગે ગુજરાત-મહારાષ્ટ્ર્માં ‘પ્રી સાયક્લોનિક એલર્ટ’ જાહેર કર્યુ છે. દક્ષિણપૂર્વ અને તેને સંલગ્ન પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ આગામી 24 કલાકમાં ડિપ્રેશમાં ફેરવાઇ શકે છે અને ત્યારબાદના 24 કલાકમાં ‘નિસર્ગ’ ચક્રવાતમાં ફેરવાય તેવી સંભાવના છે.
આ સાયક્લોનિક સ્ટ્રોમ આવતીકાલે સવાર સુધીમાં ઉત્તર તરફ વધે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની દિશા સાથે ત્રીજી જૂનની સવારે મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. અમદાવાદના હવામાન વિભાગે પણ ગુજરાતના બંદરોમાં ‘1 નંબરનું સિગ્નલ’ લગાવવા માટે સૂચના આપેલી છે. 4 જૂનના ગુજરાતના સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને 31 મે સુધીમાં પરત આવી જવા અને 4 જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.