ભારતીય ન્યાયપાલિકા માટૈ ઐતિહાસિક ક્ષણ સામે આવી છે. જેમાં દેશની હાઇકોર્ટની સુનાવણી સામાન્ય નાગરિક પણ જોઇ શકે તેના માટે યુ ટયુબ પર તેનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યુ હતું. ગુજરાત હાઈકોર્ટમાં પહેલી વખત એક કેસની સુનાવણીનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતું. આ લાઈવ પ્રસારણ યુ ટ્યુબ પર કરવામાં આવ્યુ હતું. SCMS & ICT, High Court of Gujarat યુ ટ્યુબ ચેનલ પરથી હાઈકોર્ટની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવ્યુ હતું.
આ હાઈકોર્ટના ઈતિહાસમાં પહેલો કેસ છે. ગુજરાત હાઈકોર્ટે હાલમાં જ જાહેરાત કરી હતી કે, તે સોમવારથી મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથની કોર્ટથી લાઈવ સ્ટ્રીમિંગની કાર્યવાહી શરૂ કરશે. ત્યારે સોમવારે મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતા વાળી ખંડપીઠની સમક્ષ કાર્યવાહીને યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યુ હતું.
આ પહેલા પોતાની જાહેરાતમાં હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના એક નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, જનતાને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી આયોજીત અદાલતોની સુનાવણી જોવા માટે મંજૂરી દેવી જોઈએ. જાહેરાતમાં નિરમા વિશ્વવિદ્યાલયના સ્કુલ ઓફ લોના વિદ્યાર્થી પૃથ્વીરાજ સિંહ ઝાલા દ્વારા એક જનહીતમાં અરજી કરવાના સંદર્ભમાં હતી. જેમાં અદાલતે ખુલ્લી અદાલતના સિદ્ધાંતો અને ન્યાય સુધી પહોંચવા માટે અદાલતની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમીંગ કરવાનો આદેશ આપ્યો હતો.