દેશભરમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી 1100થી વધુ લોકો સંક્રમિત થયા છે. અને 29 લોકોના મોત થયા છે . હાલમાં જેલમાં રહેલા કેદીઓને પણ લોકડાઉન હેઠળ જામીન પર ઘરે મોકલવામાં આવી રહ્યા છે. જેથી જેલમાં ભીડ ઓછી રહેવાને કારણે કોરોના વાયરસનો ભય ઓછો રહે.. કોરોના વાયરસની વહેતી ગંગામાં હાથ ધોઈ અને જામીન અરજી દ્વારા જોધપુર જેલમાંથી બહાર આવવાવાનું બળાત્કાર કેસના આરોપી આસારામનું સ્વપ્ન રોળાતું નજરે પડે છે.આસારામે જોધપુર જેલમાંથી જામીન અરજી કરી અને કોરોનાનો ચેર લાગવાનો ડર દર્શાવ્યો હતો. જોકે, ગુજરાત હાઇકોર્ટે તેને જામીન અરજી નામંજૂર કરી છે. 84 વર્ષના આસારામ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી. આસારામ છેલ્લા કેટલાક વર્ષોથી રાજસ્થાનના જોધપુરની જેલમાં બંધ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -