ગુજરાતમાં હવામાનની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. રવિવાર સવારથી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદની સાથે સાથે ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા જેના કારણે અહીંનો નજારો થોડા સમય માટે કાશ્મીર જેવો દેખાવા લાગ્યો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર આ કરાનાં ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે, જેમાં ભારે પવન સાથે કરા પડતા જોઈ શકાય છે.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ અને મોરબીમાં સૌથી વધુ કરા પડ્યા હતા. એક તરફ ઘણા લોકો આ હવામાનની મજા માણતા જોવા મળ્યા હતા, તો અન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ આકાશી આફતથી ખેડૂતો સૌથી વધુ પરેશાન જણાય છે, જેમને આ વરસાદમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને કરા પડી શકે છે, જેના કારણે તાપમાનમાં એકાએક ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, “રવિવારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ભારે વાદળો વચ્ચે ઉત્તર-પૂર્વ દિશામાંથી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, ગાંધીનગર સોમનાથમાં વરસાદ પડ્યો હતો. રવિવારે સવારે 6 થી સાંજના 8 વાગ્યા સુધીમાં 38 મીમી, જૂનાગઢમાં 35 મીમી, અમરેલીમાં 13 મીમી અને રાજકોટમાં (6 મીમી) વરસાદ નોંધાયો હતો.
#Gujarat : Intense hailstorm cause damage to car parking shade in #Rajkot.
Today morning various parts of Gujarat witnessed the hailstorm with snow like atmosphere in the State
🌨️🥶 pic.twitter.com/D9VpI7ScTA
— Kaushik Kanthecha 🇮🇳 (@Kaushikdd) November 26, 2023
📍Rajkot
Scenes of rain with heavy hailstrom seen in #Rajkot#Gujaratrain #hailstorm #rain pic.twitter.com/n6NYBNzZgM
— Weatherman Uttam (@Gujarat_weather) November 26, 2023