કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 1 લાખને પણ પાર કરી ગઈ છે. ત્યારે ગુજરાત અને તેમાં પણ રાજકોટ માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.
કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહેલા ફ્રન્ટલાઇન વોરિયર ડોક્ટર્સ અને નર્સ પણ કોરોનાનો શિકાર બનતા હોય છે. જોકે હવે ડોક્ટર અને સ્ટાફ નર્સને રાહત થાય તે માટે રાજકોટ સિવિલમાં રોબોટીક નર્સ ફાળવવામાં આવી છે.
rob
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હવે રોબર્ટ નર્સને કાર્યરત કરવામાં આવી છે. આ અંગે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાર રોબર્ટ નર્સ ફાળવવામાં આવી છે. એલ એન્ડ ટી કંપની દ્વારા 10 લાખના ખર્ચે નિર્મિત રોબર્ટ નર્સ સંપુર્ણ સ્વદેશી બનાવટ છે. તે હોસ્પિટલમાં દર્દીઓ સાથે ન માત્ર આત્મીય વર્તન પરંતુ તેમને દવા આપવા માટે સુપ્રશિક્ષિત છે. મહત્વનું છે કે, રાજકોટ સિવિલને ફાળવવામાં આવેલ ચાર જેટલી રોબોટીક નર્સ કોરોના પોઝીટીવ દર્દીઓને દવા આપશે, ટેમ્પરેચર માપશે, તેમને જમવાનું પણ પીરસશે. આ ઉપરાંત અન્ય આનુસાંગિક કામો કે જે હાલમાં નર્સ સ્ટાફ બજાવી રહ્યો છે તે તમામ કામ આ ચાર રોબોટીક નર્સ કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.