સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલા ડેમમાં આ વર્ષે પડેલ વરસાદને લઈને પાણી ભરતાં ખેડૂતો સહિત ગામજનોમાં આનંદ છવાયો છે તો સાબરકાંઠા-અરવલ્લીસાંસદ દિપસિંહ રાઠોડ દ્વારા ડેમામા આવેલ નવાનીરના વધામણા કરવામાં આવ્યા.
પ્રાંતિજના લીમલા ખાતે આવેલ અંગ્રેજોના સમયમાં બનાવેલ ડેમમાં કેટલાય વર્ષોથી પાણીની આવકના થતા ડેમનું તળીયું દેખાતુ હતું પણ આ વર્ષે મેધરાજાની અસીમ કુપા થતા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને લીમલા ડેમમાં ૨૪ ફુટની કેપેસીટીમાંથી ૨૪ ફુટ જેટલું પાણી ભરતાં આજુબાજુમાં આવેલ ૩૫થી પણ વધારે ગામોના બોર-કુવા રીચાર્જ થશે અને ખેડૂતો સહિત પશુ પંખીઓઓને પણ પાણી મળી રહશે. ત્યારે આ વર્ષે પાણી ભરાતા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ દ્વારા ડેમ ઉપર જઈને પાણીમાં શ્રીફળ, ફુલ અર્પણ કરીને પાણીના વધામણા કર્યાં હતાં તો આ પ્રસંગે ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઇ પટેલ, રણજિતસિંહ રાઠોડ, વિપુલભાઈ પટેલ, કે.પી.પટેલ, ભાજપ કાર્યકરો, ગામજનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.