રક્ષા ક્ષેત્રે ભારતની તાકાતમાં વધારો થયો છે. ભારતે સોમવારે રક્ષા ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ ભારતમાં નિર્મિત સ્ક્રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમનો પ્રયોગ કરતા હાઈપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હિકલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હતું. આ એક ટેક્નોલોજી છે જેનો ઉપયોગ હાઈપરસોનિક અને ક્રૂઝ મિસાઈલોના લોન્ચમાં કરી શકાય છે.
સૌથી મોટી વાત એ છે કે આ હાઈટેક એરક્રાફ્ટ દેશમાં જ વિક્સિત કરાયું છે. HSTDVના સફળ પરીક્ષણ દેશના આત્મનિર્ભર પરાક્રમનું નવું પ્રમાણ છે. રક્ષા ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતાની દિશામાં આ એક મોટું પગલું છે.
ડીઆરડીઓએ પોતાના આ મિશનને ઐતિહાસિક ગણાવ્યું છે. DRDOએ ટ્વિટ કરીને કહ્યું કે આ મિશનની સાથે જ એ સાબિત થઈ ગયું છે કે DRDO હાઈલી કોમ્પલેક્સ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉમદા પ્રદર્શન કરી શકે છે.
આ ઔદ્યોગિક જગતની સાથે આગામી પેઢીના હાઈપરસોનિક વાહનોના નિર્માણનો રસ્તો ખોલનારું છે. મહત્વનું છે કે, HSTDVના સફળ પરીક્ષણથી દુશ્મન દેશો પર હવે ભારતની મિસાઈલો ભારે પડશે. કારણકે આ ટેકનોલોજીના ઉપયોગ હાઈપરસોનિક અને ક્રૂઝ મિસાઈલને લોન્ચિંગમાં કરી શકાય છે.