ક્યાર અને મહા વાવાઝુડાની માઠી અસર ખેતીવાડી સાથે સાગર ખેડુઓને પણ કરી છે. નવસારી જિલ્લાની દોઢ હજાર જેટલી મોટી બોટ જે દરિયો ખેડવા જતી હતી એને મોટા પ્રમાણમાં અંદાજીત 2 કરોડનું નુકસાન થયું છે. દેશના અર્થતંત્રને મજબૂત કરતો મત્સ્ય ઉદ્યોગના પૈડાં થંભી જતા અર્થતંત્રને પણ અસર પોહચશે. દેશને વિદેશી હૂંડિયામણ આપતો ઉદ્યોગ બંધ થતાં ભારે મુશ્કેલીઓ સાગર ખેડુઓને વેઠવો પડ્યો છે. જોકે કેટલાક ખેડૂતો સાગરમાં માછીમારી કરવા જતાં નજરે ચઢ્યા છે. તંત્રની સૂચના છતાં ખોટને લઈને માછીમારો માછીમારી કરવા ઉપડ્યા છે. હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાત સુરક્ષિત રહેશેની વાતો કરતા માછીમાર માછીમારી કરવા ઉપડી ગયા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -