કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લઈ વેપારીઓને મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયે વેપારીઓને આપવામાં આવતી જીએસટી છૂટછાટમાં મોટી રાહત આપી છે. સરકારે વેપારીઓને આપવામાં આવતી આ જીએસટીમાં મુક્તિ મર્યાદા વધારીને બેગણી કરી દીધી છે.
એટલે કે હવે 40 લાખ રુપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વેપારીઓને જીએસટીમાં છૂટ મળશે. જ્યારે પહેલા આ મર્યાદા 20 લાખ રુપિયાની હતી. એટલુ જ નહીં જે વેપારીઓનું વાર્ષિક ટર્ન ઓવર 1.5 કરોડ રુપિયા છે, તે કમ્પોજિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે છે. તેમને હવે એક ટકાના દરે ટેક્સ ભરવો પડશે.
નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ, જીએસટી લાગુ થયા બાદ ટેક્સપેયર બેઝ લગભગ ડબલ થયો છે. જ્યારે જીએસટી લાગુ થયુ હતુ તે સમયે જીએસટી દ્વારા કવર કરવામાં આવેલ એસેસીઝની સંખ્યા આશરે 65 લાખ રુપિયા હતી, જે હવે વધીને 1.24કરોડ રુપિયાથી વધુ થઈ ગઈ છે. જીએસટીમાં તમામ પ્રક્રિયા સ્વચાલિત છે.