શ્રીરાજપુત કરણી સેના આયોજિત એકતા યાત્રાનું માતાના મઢ કચ્છથી કરણી માતાની સ્થાપના અખંડ જ્યોત સાથે પ્રસ્થાન કરીઅંબાજી સોમનાથ જવા રવાના થઈ છે ત્યારે કેશોદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીરાજપૂત કરણી સેના આયોજીતએકતા યાત્રા આવતીકાલે કેશોદમાં પ્રવેશ થઇ રહ્યો છે ભારતના ક્ષત્રિય સમાજના સૌથી મોટા સંગઠન શ્રીરાજપૂત કરણી સેનાદ્વારા આયોજિત ગુજરાતના સ્થાપના દિવસે સમાજનું સંગઠન મજબૂત થાય તથા ક્ષત્રિય સમાજમાં સામાજિક રાજકીય તથા શૈક્ષણિક જાગૃતિ અને નાના મોટા કુરિવાજો નાબૂદ થાય તેવા ઉદેશથી સૌથી મોટી ૧૮૦૦થી ૨૦૦૦ કિ.મી.ની એકતા યાત્રા માતાના મઢ કચ્છથી કરણી માતાની સ્થાપના અખંડ જ્યોત સાથે પ્રસ્થાન કરી અંબાજી સોમનાથ જવા રવાના થઈછે
ત્યારે કેશોદમાં સોમનાથ હોટલે રાજપુત કરણી સેના રાજપુત સમાજ તથા રાજપુત યુવા સંઘ દ્વારા એકતા રથનું ભવ્ય સ્વાગતકરવામાં આવ્યું હતું જ્યાંથી બાઈક રેલી ફોર વ્હીલ વાહનોના મોટા કાફલા સાથે રેલી સ્વરૂપે કેશોદના મુખ્ય માર્ગો ઉપરથી પસારથઈ હતી ચાર ચોક ખાતે વિવિધ સામાજિક સંગઠનો વિવિધ જ્ઞાતીજનો આગેવાનો શહેરીજનોએ સ્વાગત કર્યું હતું બાદમાં એકતાયાત્રા સોમનાથ તરફ આગળ વધી હતી આ યાત્રા માં સાધુ સંતો સામજિક આગેવાન રાજકીય આગેવાન સામજિક સંસ્થાઓ યાત્રામાં જોડાઈ કરણી માતાજીના જ્યોતના દર્શનનો લાભ લીધો હતો