દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે. જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. માંગરોળમા ક્ષત્રિય રાજપુતો દ્વારા શસ્ત્ર પુજન કરીને ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. માંગરોળ દરબાર ગઢ ખાતે ભવાની માતાના સાનિધ્યમા શસ્ત્ર પૂનમ વિધિ કરવામા આવી હતી અને સમગ્ર ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા મંત્રોચાર અને વિધિવત શસ્ત્ર પુજા અર્ચના કરવામા આવી હતી. ક્ષત્રિય રાજપુતો દ્વારા મોભાદાર પાઘડી બાંધીને બહોળી સંખ્યામા રેલી કાઢવામા આવી હતી અને શસ્ત્ર પ્રદર્શન કરવામા આવ્યુ હતુ.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -