આ વિશ્વવ્યાપી કોરોના વાયરસની સ્થિતિને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યના એન.એફ.એસ.એ અને નોન એન.એફ.એસ.એ બી.પી.એલ અંત્યોદય ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થયો છે.
તેવામાં જામનગરમાં વિનામૂલ્યે મે માસના અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગરના રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા અને અગ્રતા ધરાવતા પી.એચ.એચ. ૧ લાખ ૬૫ હજાર ૮૮૮ કાર્ડધારક પરિવારો અને એવા જ ૧૯૫૦ અંત્યોદય પરિવારો કે જે એન.એફ.એસ.એ.મા નોંધાયેલા નથી. તેવા કુલ ૧ લાખ ૬૭ હજાર ૮૩૮ પરિવારોને આ વિતરણ હેઠળ ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું નિશુલ્ક આપવામાં આવશે.
આ યોજના હેઠળ અંત્યોદય પરિવારોને ઘઉં ૨૫ કિલો પ્રતિ કાર્ડ, ચોખા ૧૦ કિલો પ્રતિ કાર્ડ અને ચણા, ખાંડ, મીઠું આપવામાં આવશે. જયારે એન.એફ.એસ.એ. હેઠળ અગ્રતા ધરાવતા પી.એચ.એચ. કુટુંબોને ઘઉં ૩.૫ કિલો પ્રતિ વ્યક્તિ, ચોખા ૧.૫ કિલો પ્રતિ વ્યક્તિ, ખાંડ કાર્ડ દીઠ ૧ કિલો, મીઠું કાર્ડ દીઠ ૧ કિલો અને ચણા આપવામાં આવશે.