ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્સ ગાંધીનગર દ્વારા ત્રીજા પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 29 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ યુનિવર્સિટીના ત્રીજા દિક્ષાંત સમારોહ માટે કેમ્પસમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…
આ દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજર રહી યુવા સ્નાતકોને પદવી એનાયત કરી હતી તેમજ ઉદ્ભોધનનો લાભ આપ્યો હતો.
38 B.sc, 43 M.sc. અને 2 PHD વિદ્યાર્થીઓ સહિત કુલ 83 વિદ્યાર્થીઓએ જીવનના વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ, વાલીઓ અને સ્નાતકોના પરિવારો સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, IAR યુનિવર્સિટી સંશોધન અને નવીનતા દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ પ્રદાન કરે તેવુ દ્રષ્ટિકોણ છે જેથી દે્શને તેજસ્વી સંશોધનકારો, શિક્ષણવિદો, નેતાઓ અને ઉદ્યમીઓ આપી શકાય. સાથે જ તેમણે પદવી મેળવનાર યુવા સ્નાતકોને જણાવ્યું હતું કે, હું તમારા દરેકને તમારા બધા ભવિષ્યના પ્રયત્નોમાં સારા નસીબ અને સફળતાની ઇચ્છા વ્યક્ત કરું છું.
આ પ્રસંગે IAR સંસ્થાના પ્રેસીડેન્ટ પ્રોફેસર રાવ ભમિદિમીરીએ સ્નાતકોને અભિનંદન આપ્યા હતા. મહત્વનું છે કે 2006માં સ્થાપિત ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચનું ઉદ્ઘાટન ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું હતું.