GPSCની પ્રાથમિક પરીક્ષા ગુજરાત વહીવટી સેવાવર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ના પ્રાથમિક પરીક્ષાના ટાઈમાં ટેબલને લઈ ફેરફારના સમાચાર સામે આવી રહ્યા છે. જેના કારણે હવે ઉમેદવારોને આ પરીક્ષાઓની તૈયારી કરવા માટે એક મહિના જેટલો વધુ સમય મળી જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, GPSC પ્રાથમિક પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2, તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક પરીક્ષા તા-03/12/2023ના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ 27 નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસિસની મુખ્ય પરીક્ષાનું આયોજન હોવાથી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC પ્રાથમિક પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ફેરફાર કરાયેલા ટાઈમટેબલ મુજબ હવે GPSC પ્રાથમિક પરીક્ષા તા-07/01/2024ના રોજ લેવામાં આવશે. પરિક્ષાના ટાઈમ ટેબલમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેના કારણે ઉમેદવારોને એક મહિનાથી વધુનો સમય મળી રહેશે જેના કારણે વધુ સાથી તૈયારી કરવાની તક ઉમેદવારોને મળી રહેશે.