વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. છેલ્લી 6 ટર્મથી મતદાન માટે ઇવીએમ મશીન ઉપયોગ થઇ રહ્યો છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. મતદાન મથક મતદાન પૂર્ણ થયા બાદ જે વાહનોમાં ઇવીએમઅને વીવીપેટ મશીન લઇ જવાય છે.
તે વાહનોને રાત્રિના સમયે રોકીને ઇવીએમ મશીન બદલી નાખવામાં આવતાં હોવાના આક્ષેપ ભૂતકાળમા થયા છે. તેને ધ્યાને લઇને ચૂંટણી પંચ દ્વારા આ સમસ્યાના નિવારણ માટે વિધાનસભાની ચૂંટણીમાં ઇવીએમ મશીનને લાવવા લઇ જવામાં ઉપયોગમાં લેવામાં આવનાર તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવનાર છે.તેના પર નજર રાખવા માટે જિલ્લા કક્ષાએ જીપીએસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવનાર છે.
કંટ્રોલ રૂમમાં કલાસવન અધિકારી રહેશે
આણંદ ચૂંટણીપંચના સુત્રો મુજબ વિધાનસભા દીઠ અલગ અલગ વાહનનો ઉપયોગ કરવામાં આવનાર છે. તે તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ વાહનો પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉભા કરવામાં આવ્યો છે. જે માટે એક કલાસવન અધિકારી નિમણુંક કરવામાં આવી છે.