બાલા અને ઉજડા ચમનમાં રિલીઝને લઈને ચાલી રહેલુ યુદ્ધ ખતમ થઈ ગયુ છે. બાલા હવે 7 નવેમ્બરના રોજ સોલો રિલીઝ થશે પરંતુ ફિલ્મથી જોડાયેલી બીજી એક કોન્ટ્રોવર્સી ઘીમે ઘીમે વધતી જાય છે. આ વિવાદ ભૂમિ પેડનેકરના રોલના કારણે છે. હકિકતે ફિલ્મમાં ભૂમિ પેડનેકરને મેકઅપ દ્વારા શ્યામ બતાવવામાં આવી છે. ટ્રેલર આવ્યા બાદથી જ ફિલ્મ મેકર્સ એને ભૂમિને તેના માટે ક્રિટિસાઈઝ કરવામાં આવી રહી છે. લોકોનું કહેવુ છે કે શ્યામ એક્ટ્રેસને કાસ્ટ કરવાની જગ્યાએ ગોરી હિરોઈનને શ્યામ બનાવવાનો કોઈ તર્ક ન હતો. હવે આ વિવાદ પર યામી ગૌતમ રોલના સપોર્ટમાં આવી છે.
એક ઈન્ટરવ્યૂમાં યામીએ કહ્યું કે આ ખૂબ જ નિરાશાજનક છે કે લોકો પોતાની બનાવેલી ઘારણાઓથી આગળ નથી વધવા ઈચ્છતા અને દરેક નેગેટિવિટી અમારા પર નાખી દે છે. બાલા ફિલ્મ સેલ્ફ લવની વાત કરે છે અને ફિલ્મ માટે આ લુક ખૂબ જ જરૂરી હતો. અમે જો અમર કૌશિકના વિઝનને લઈને ખૂબ જ આશ્વસ્ત છે અને એ જરૂરી છે કે લોકો પહેલા આ ફિલ્મને જુએ………મહત્તવનું છે કે આ પહેલા ભૂમિએ પોતાના રોલને લઈને કહ્યું હતુ કે અહીં ગોરા રંગને લઈને એક પ્રકારની સનક છે. મને લાગે છે કે એક એક્ટર હોવાના કારણે મારી પાસે એટલો પાવર છે કે લોકો અમને સાંભળશે. સિનેમા તે વૈશ્વિક માધ્યમ છે જેની પહોંચ ખૂબ જ દુર સુધી છે. હું આ માધ્યમ દ્વારા પૂરી તાકાતથી આ ભેદભાવની લડાઈની વિરૂદ્ધ લડવા ઈચ્છુ છું. આ મારી સમાજ સેવા છે. મેં જે કામ સાંડ કી આંખમાં કર્યું તે બિલકુલ આવુ ન હતું.