વૈષ્ણોદેવીના દર્શન કરવા જવા માગતા ગુજરાતના માઈ ભક્તો માટે રેલવેને લઈ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે મુજબ 1 જાન્યુઆરી 2021 થી કટરા જતી ટ્રેનોની ફરીથી શરૂઆત કરવામાં આવશે. કોરોનાકાળના લીધે કટરા જતી 4 ટ્રેનો બંધ કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, રેલવેએ મુસાફરોની માંગને પૂરી કરવાના હેતુથી ચાર જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ગાંધીધામ-કટરા એક્સપ્રેસ, જામનગર-કટરા એક્સપ્રેસ, હાપા-કટરા એક્સપ્રેસ અને બાન્દ્રા-કટરા એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે.
ક્રિમસમના દિવસથી રેલવે દ્વારા અને ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે આ દરમિયાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મુસાફરોએ સરકારની કોરોનાની એસઓપીનું પાલન કરવાનું રહેશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે બાન્દ્રા ટર્મિનસ, ગાંધીધામ, હાપા અને જામનગરથી વૈષ્ણોદેવી કટરા સુધી ચાર જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોમાં 25 ડિસેમ્બરથી બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.