જો તમે હજુ સુધી તમારી આધાર વિગતો અપડેટ કરી શક્યા નથી, તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે સરકારે મફતમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આધારની વિગતો ફ્રીમાં બદલવાની તારીખ 14 જૂન, 2024 હતી.
મફતમાં આધાર અપડેટ કરવાની નવી તારીખ
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની વેબસાઈટ અનુસાર, મફતમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા 3 મહિના માટે લંબાવવામાં આવી છે, હવે લોકો 14 સપ્ટેમ્બર, 2024 સુધી મફતમાં આધારની વિગતો અપડેટ કરી શકશે.
હવે 30 સપ્ટેમ્બર સુધી 50 રૂપિયાનો કોઈ ચાર્જ નહીં લાગે
જો તમે તમારા ઘરનું સરનામું, ફોન નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરવા ઈચ્છો છો, તો તેના માટે 30 સપ્ટેમ્બર સુધી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. હવે તમે આ તમામ વિગતોને મફતમાં ઓનલાઈન અપડેટ કરી શકો છો.
જો તમે આ કામ કરવા માટે આધાર કોમન સર્વિસ સેન્ટર પર જાઓ છો, તો તમારે તેના માટે 50 રૂપિયા ખર્ચવા પડશે. તે જ સમયે, જો તમે આધાર કાર્ડમાં ફોટો, બાયોમેટ્રિક અને આઇરિસ જેવી માહિતી અપડેટ કરવા માંગો છો, તો આ કામ ઓનલાઈન થશે નહીં. આ માટે તમારે આધાર સેન્ટર પર જ જવું પડશે અને અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે.