પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજ દ્રારા મોદી સમાજ મંડળની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતા સમાજ દ્રારા સુવર્ણ જયંતિ ની ઉજવણી કરવામા આવી હતી જેમા સમાજ ના બાળકો માટે રમતોત્સવ ની જુદીજુદી જુની ભુલી ગવાયેલી ગેમો રમતો નુ આયોજન કરવામા આવ્યુ હતુ અને ગેમમા વિજેતા થનાર ને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા તો તાજેતરમાંજ ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષા નું પરિણામ જાહેર થતા સમાજ દ્રારા સમાજ ના વિધાર્થીઓ ની કારકિર્દી માટે તથા વિધાર્થીઓને વાલીઓને સચોટ સાચુ માર્ગદર્શન મળી રહે તે માટે સમાજ નાજ હસમુખભાઇ મોદી સહિત તજજ્ઞો દ્રારા માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ હતુ તો સમાજ નો કોઇ પણ વ્યકિત સરકાર શ્રી ની વિવિધ સેવાઓ તથા લાભોથી વંચિત ના રહી જાય તેમાટે એક જ સ્થળે તમામ સેવાઓ સી.એચ.સી કેન્દ્ર ના સહયોગ થી ઉપલબ્ધ કરાવવામા આવી હતી
જેમા આયુષ્માન કાર્ડ , નેશનલ પેન્શન સ્કીમ , ઈશ્રમકાર્ડ , મેડીકલ વીમો , પેન્શન માટે હયાતી નો દાખલો , ખેડૂત ની વેરિફિકેશન આધાર , ખેડૂત નોંધણી સહિત ગણીબધી સેવાઓ યોજનાઓ ઉપલબ્ધ કરાવવામા આવી હતી તો રમતોત્સવ માં બાળકો મોબાઇલ ઉપર ની ગેમો રમતો છોડીને વિસરાયેલી રમતો મા ભાગ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો તો આ પ્રસંગે સમાજ ના પ્રમુખ ભાવેશ ભાઇ મોદી , ઉપપ્રમુખ અરવિંદભાઇ મોદી , મંત્રી હિતેશભાઇ મોદી , પદાધિકારીઓ , કારોબારી સભ્યો સમાજ ના આગેવાનો સહિત સમાજ ના ભાઈબહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ સફર સંચાલન બ્રિજેશ ભાઇ મોદી દ્રારા કરવામા આવ્યુ હતુ