વેરાવળ તાલુકાના ચમોડા ગામે વોકળામાં ન્હાવા પડેલા બે પીતરાઇ ભાઇઓના ડુબી જવાથી કમકમાટી ભર્યા મૃત્યુ નિપજેલ છે. આ બનાવથી નાના એવા ચમોડા ગામમાં શોકની લાગણી પ્રસરી હતી જયારે આ બંન્ને ભાઇઓ ડુબતા હતા તેને બચાવવા વોકળામાં કુદકો મારેલ 3પ વર્ષીય યુવાન પણ એક સમયે ડુબવા લાગેલ જેને ગ્રામ્યજનોએ બચાવી લઇ સરકારી હોસ્પીટલે ખસેડેલ જયાં તેની સ્થિતિ ગંભીર હોવાથી વઘુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. ચાલુ વર્ષે ચોમાસાની સીઝનના અંતિમ તબકકામાં વેરાવળ પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે નદી-નાળા-વોકળાઓમાં હજુ ભરપુર પાણી હોવાથી લોકો ન્હાાવા પડતા હોય છે. દરમ્યાન આવી જ રીતે વેરાવળ તાલુકાના ચમોડા નજીક મંલુઢા ગામ તરફ જવાના રસ્તેી આવેલ વોકળામાં ગઇ કાલે બપોરના બારેક વાગ્યા આસપાસ ચમોડા ગામમાં જ રહેતા તોસીફ અબ્દરહેમાન હાલા ઉ.વ.1પ તથા રીઝવાન જમાલ હાલા ઉ.વ.18 નામના બંન્ને પીતરાઇ ભાઇઓ ન્હાવા પડેલ હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -