ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતીમેળામાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર ટેકનીક્લ એવિએશન એમ્યુનીશન એક્સામીનેશન, સોલ્જર ક્લાર્ક, સોલ્જર ટેકનીકલ (નર્સીંગ આસીસ્ટંટ, નર્સીંગ આસીસ્ટંટ વેટરનરી), સીપાઈ(ફાર્મા) અને સોલ્જર ટ્રેડ-મેનની કક્ષા પર ભરતી યોજાવવામાં આવશે. આર્મીમાં જુદી જુદી પાંચ કેટેગરી માટેની આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારના શારીરિક કસોટીમાં પ્રદર્શન પ્રમાણે પસંદગી કરાઈ છે. પ્રથમ દોડમાં પાસ થયેલ ઉમેદવારોને પુલઅપસ, જમીની, ટ્રેકિંગ, ઉંચાઈ અને છાતી સહિતની શારીરિક કસોટી લેવામાં આવી હતી. ત્યારબાદ પ્રમાણપત્ર ચકાસણી અને ત્યારબાદ મેડીકલ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. મેડીકલ પરીક્ષણમાં પાસ થયેલ ઉમેદવારો માટે આગામી રવિવારના રોજ જામનગર ખાતે જ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન દસ હજારથી વધુ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં જોડાયા હતા.