અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જાપોદર ગામે 31 વર્ષીય ગૌસેવા પર્યાવરણ આધ્યાત્મિકતા ચેતના પદયાત્રા સંપૂર્ણ ભારત વર્ષની આજરોજ રાજુલાના ઝાપોદર ગામે સરપંચ મનુભાઈ જે ઘાખડા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજુલા શહેરથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલ ઝાપોદર ગામ 31 વર્ષીય ગૌસેવા પર્યાવરણ આધ્યાત્મિકતા ચેતના પદ યાત્રા આજરોજ ગામે આવી પહોંચી આ યાત્રા પૂરા ભારતવર્ષમાં થનાર છે આ યાત્રા રાજસ્થાનના હલ્દીઘાટી થી શરૂ થઈ તારીખ ૦૪/૧૨/૨૦૧૨ના રોજ શરૂ થઈ આજે નવ વર્ષ ઉપરના સમયે 19000 ગ્રામ્ય નગર શહેર મા ફરી ૯૦ હજાર કિલોમીટર પદયાત્રા કરી હતી પૂજ્ય દીદી ને નાની વયે ગૌસેવા પ્રત્યે અપાર લાગણી છે તેમણે નવ વર્ષ દરમિયાન અન્નનો ત્યાગ કરેલ છે માત્ર ફળાહાર અને દૂધ પર આ યાત્રા ચાલુ રાખી છે તેમનો મુખ્ય ઉદ્દેશ ગૌસેવા ને મહત્વતા આપો નગર શહેર ગ્રામ્ય માં અદભુત ગૌ કથા ના પ્રવચન આપે છે ના અમને નામ જોઈએ નાદાન જોઈએ ના માન જોઈએ અમને તો માત્ર ગૌસેવા થી યુક્ત અને ગૌહત્યા થી મુક્ત સ્વચ્છ સુંદર પ્લાસ્ટિક મુક્ત અને હિંસામુક્ત હિન્દુસ્તાન જોઈએ.
આટલા વર્ષથી યાત્રા દરમિયાન એક રૂપિયાનું દાન લેવામાં આવતું નથી જે લોકો ગૌમાતાને માનતા નથી ત્યાંનું પાણી પણ અમે પીતા નથી ઝાપોદર ગામે સાંજના સમયે પદયાત્રા આવી પહોંચતા સરપંચ મનુભાઈ ઘાખડા સહિત ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું નાની બાળાઓ દ્વારા સામૈયુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દિદિ દ્વારા લોકોએ કથા સાંભળી લોકોએ ધન્યતા અનુભવી હતી ઝાપોદર ગામ દૂધના વ્યવસાય સાથે સંકળાયેલું છે ગાય ને પશુ નહીં માતા સમજવામાં આવે છે જે જોઈ દીદી થોડા સમય માટે રોકાયા રાજુલા શહેર થી ઘણા લોકો અહીં આવેલ આવી અદભુત યાત્રાનું સાંભળતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ બીપીનભાઈ વેગડા પણ આવી પહોંચ્યા અને કથા શ્રવણ કરેલ ઉપ પ્રમુખ જયરાજભાઈ વરૂએ પ્રશંસા કરી હતી અને દીદી આપેલ ગૌમાતાના દુધનો મહિમા અને તેમના ફાયદા જાણી જયરાજભાઇ વરૂ એ કહ્ય આગામી સમયમાં ગૌમાતા માટે જે કંઈ કરવું પડશે તેઓ કરશે તેમ જણાવ્યું…