હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ૪ ચાલી રહ્યું છે. તેવામાં સાબરકાંઠામાં આવેલા પ્રાંતિજ ખાતે લોક ડાઉન- ૪ની જાહેરાત થતા બજારમાં આવેલી તમામ દુકાનોના શટલો ખુલી ગયા છે.તેવામાં પાન મસાલા, સલૂન, નાસ્તા અને ફરસાણની દુકાનો સહિત સંપુર્ણપણે બંધ રહેતું બજાર ખુલતા બજારમાં ગ્રાહકોની ભીડ પણ જોવા મળી હતી.
ત્યારે બજારમાં આવતા ગ્રાહકો તથા કેટલાક વેપારી સહિત લોકોમા સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્કનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ સલુનમાં રજીસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે, જેમાં આવતાં ગ્રાહકો સહિતના નંબર પણ લખવામાં આવ્યા છે.
તેવામાં પ્રાંતિજ બજારમાં વ્હીકલ ઝોનને પણ ખુલ્લો મુકાતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી. આમ બજારમાં આવતા ગ્રાહકો અને વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ સહિત માસ્કનો ઉપયોગ તેમજ નિયમોનું પાલન નહી કરે તો આવનારા દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધશે તેમાં કોઈ મનમેદ નથી.