શનિવારે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો મુખ્ય સચિવોનો આદેશ જારી કર્યો છે. જે હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્રોને કહેવામાં આવ્યું કે મજૂરો માટે એસડીઆરએફ ફંડથી રાહત શિબિરોની વ્યવસ્થા કરવામાં આવે. તેમના માટે અસ્થાયી આવાસ, ભોજન, કપડા અને સ્વાસ્થ્ય સેવાઓની વ્યવસ્થાઓ કરવામાં આવે….કોરોના વાયરસને રોકવા માટે દેશભરમાં 21 દિવસનાં લોકડાઉનની વચ્ચે તમામ મોટા શહેરોથી દૂર બીજા રાજ્યોનાં મજૂરોનું પલાયન ચાલું છે. મજૂરો પગપાળા જ પરિવારની સાથે અનેક કિલોમીટર દૂર પોતોના ઘરે જવા નીકળ્યા છે. હવે લોકડાઉનનાં ચોથા દિવસે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે તેઓ આ મજૂર પરિવારો સહિત બેઘર લોકોનાં ખાવા-પીવા, રહેવા, કપડા, સારવાર વગેરેની પુરતી તૈયારીઓ કરે. કેન્દ્રએ રાજ્યોને આ માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માટે ફાળવવામાં આવેલી રકમનો ઉપયોગ કરવા કહ્યુ છે….કેન્દ્રિય ગૃહમંત્રાલયનાં પ્રવક્તાએ જણાવ્યું કે, “ગૃહમંત્રાલયે તમામ રાજ્યો – કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યા છે કે એસડીઆરએફ ફંડનાં પૈસાથી લોકડાઉનનાં કારણે ફસાયેલા પ્રવાસી મજૂરો સહિત તમામ બેઘર લોકો જે રીલીફ કેમ્પોમાં છે તેમના માટે અસ્થાયી રીતે રહેવા, ખાવા, કડપા, દવાની વ્યવસ્થાનો ઇંતઝામ કરે.” આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ અંતર્ગત 8 રાજ્યો માટે વધારાનાં 5,551 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રાજ્યો 2019 દરમિયાન પૂર, ભૂસ્ખલન, તોફાન, દુષ્કાળ જેવા પ્રાકૃતિક સંકટોનો સામનો કરી રહ્યા હતા…
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -