સમગ્ર ગુજરાતમાં વરસાદ તારી આવકના કારણે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વ્યાપક મગફળીનો પાક ઉત્પન્ન થયો છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અગાઉ સ્થગિત કરવામાં આવેલી ટેકાના ભાવની મગફળી ની ખરીદી ફરીથી આજથી શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ કમોસમી વરસાદે માવઠાના કારણે મગફળી ખરીદ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે સ્થગિત કરી દીધી હતી જેના કારણે આ મગફળી ખરીદીની પ્રક્રિયાના દિવસો અને તેની મુદ્દતમાં વધારો કરવા માટે કૃષિમંત્રી આર.સી.ફળદુ ના નિવાસ્થાને મહત્વની બેઠક બોલાવવામાં આવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં મગફળી ખરીદી માં કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય નહીં તેમજ નાફેડ ના માપદંડો મુજબ જ ખરીદ પ્રક્રિયા થાય તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. જીલ્લાના મુળી, સાયલા અને ચોટીલા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. દરેક યાર્ડ દુથ અંદાજે 25થી વધુ ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. અધિકારી, ગોડાઉન મેનેજર, માર્કેટયાર્ડ અને કામદારો સહિતનો સ્ટાફ આ કર્મ્ગીરીમાં જોડાયા હતા.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -