દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દિલ્હીના લોધી રોડ પર આપેલ સ્માનશ ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. પ્રણવ મુખર્જીના રાજકીય સમ્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની અંતિમ યાત્રામાં સામેલ વધુ લોકોએ પીપીઇ કીટ પહેરી પહોંચ્યા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના કારણે તેમના અંતિમ સંસ્કારમાં ઓછા લોકો સામેલ થયા હતા. દિકરા અભિજીત મુખર્જીએ પિતા પ્રણવ મુખર્જીને મુખાગ્નિ આપી હતી. પ્રણવ દાના પૂરા રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જેમાં કોરોના ગાઇડલાઇન્સનું કડક પાલન કરવામાં આવ્યું.
સ્મશાન ઘાટ પર તેમના દીકરા અભિજીત બેનર્જી અને પરિવારના બાકી સભ્યો પીપીઈ કિટ પહેરીને જોવા મળ્યા હતા. આ પહેલા તેમના પાર્થિવદેહને 10, રાજાજી માર્ગ સ્થિત તેમના સરકારી નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો.
જ્યાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત મોદી કેબિેનેટમાં પણ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.