સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદથી જ દેશભરમાં ઘણા બધા લોકો અને તેમના પરિવાર દ્વારા CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે. સુશાંત આપઘાત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર પણ અવારનવાર સવાલો ઉઠાવવામાં આવે છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાએ ધડાકો કર્યો છે કે સુશાંત સિંહે આપઘાત કર્યો જ નથી, તેની હત્યા કરવામાં આવી હતી.
(File Pic)
મહારાષ્ટ્રથી ભાજપના સાંસદ નારાયન રાણેએ સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસ મામલે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં 50 દિવસથી વધુ સમયનો વિલંબ કરવા પર મંગળવારે સવાલ ઉઠાવ્યો છે. સાથે જ તેમણે દિવંગત અભિનેતાની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતની તપાસની માંગ કરી છે. નારાયણ રાણેએ કહ્યું કે ‘સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી. તેમની હત્યા થઇ છે. મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે.
(File Pic)
સરકાર કેસ પર ધ્યાન આપી રહી નથી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે સાલિયાનનું મોત આઠ જૂનના રોજ થઇ હતી પરંતુ તેમનું પોસ્ટમોર્ટમ 11 જૂનના રોજ કરવામાં આવ્યું, જે આશ્વર્યજનક છે. મહત્વનું છે કે, સુશાંત સિંહ રાજપૂતે ગત 14 જૂનના રોજ મુંબઇમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમના નિધનથી બોલીવુડ ઇંડસ્ટ્રીની સાથે-સાથે ફેન્સને પણ ખૂબ આંચકો લાગ્યો હતો. જોકે સુશાંતની આત્મહત્યા પાછળ કયા કારણો જવાબદાર હતા તેમજ તેના પર કયુ દબાણ હતુ તે અંગે હજી સુધી પોલીસ કોઈ તપાસ સુધી પહોંચી શકી નથી.