કોરોના વાયરસના કારણે દેશમાં જ્યારે લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીના લગ્ન યોજાયા હતા. કોંગ્રેસના પૂર્વ મંત્રી એમ કૃષ્ણપ્પાની પૌત્રી રેવતી સાથે નિખિલ કુમારસ્વામીના લગ્ન યોજાયા હતા…
જોકે કોરોના વાયરસના લીધે લોકડાઉન હોવાના કારણે નજીકના મહેમાનોને જ આમંત્રણ અપાયુ હતું. તો લોકો આ શાહી લગ્ન નિહાળી શકે તે માટે મંડપ પાસે મોટી ટીવી સ્ક્રીન લગાવવામાં આવી હતી. લોકોને ઘરમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ છે. કોઈ મોટા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું નથી.
(એચડી કુમારસ્વામી અને તેમના પત્ની તેમના પુત્ર અને પુત્રવધુ સાથે)
પરંતુ આ પ્રતિબંધ છતાં શુક્રવારે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીના લગ્ન થયા છે. બેંગલુરૂના રામનગરમાં ભવ્ય રીતે નિખિલના લગ્ન થયા, જ્યાં મીડિયાને આવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. લગ્નને લઈને ઘણા પ્રકારના સવાલ પણ ઊભા થઈ રહ્યાં છે, કારણ કે એક તરફ જ્યાં દેશભરમાં લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. તો બીજીતરફ આ લગ્નમાં સોશિયિલ ડિસ્ટેન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો…