પાકિસ્તાનમાં અલ્પસંખ્યક ખૂબ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા છે. એમાં ચીન પણ ભાગીદાર છે. એક અમેરિકન ડિપ્લોમેટના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓને ચીનમાં દાસી ગણાવીને તેમનું માર્કેટિંગ કરે છે.
આ આરોપ સેમ્યુઅલ બ્રાઉનબેકે લગાવ્યો છે. તેઓ યુએસએ એડમિનિસ્ટ્રેશનમાં રિલિજસ ફ્રીડમ ડિપાર્ટમેન્ટના મોટા ઓફિસર છે. સેમ્યુઅલે પાકિસ્તાન વિશે પણ ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે.
તેમના જણાવ્યા પ્રમાણે, અલ્પસંખ્યક સમુદાયની મહિલાઓને ચીનના લોકો સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે છે. તેમને ચીનમાં દાસી તરીકે રજૂ કરવામાં આવે છે અને તેમનું માર્કેટિંગ કરવામાં આવે છે. આવું એટલા માટે થાય છે, કારણ કે તે મહિલાઓ પાસે કોઈ સપોર્ટ નથી અને પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે ખૂબ નિમ્ન કક્ષાએ ભેદભાવ કરવામાં આવે છે. મહત્વનું છે કે, અમેરિકાએ તાજેતરમાં જ 10 એવા દેશોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં ધાર્મિક આઝાદી આપવામાં આવી નથી. આ યાદીમાં પાકિસ્તાન સિવાય તેના ખાસ મિત્ર ચીન પણ સામેલ છે.