ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ અન્ય તમામ ભારતીય ખેલાડીઓની જેમ ઈન્ડિયન પ્રીમિયર લીગ રમવામાં વ્યસ્ત છે. પરંતુ આઈપીએલ બાદ ટીમને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જવાનું છે. જોકે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કોહલીના કાર્યક્રમમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. એવુ એટલા માટે કારણકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ IPL-2020 શરૂઆત પહેલા પોતાના પ્રશંસકો સાથે ખુશખબરી શેર કરી હતી કે તે જાન્યુઆરી-2021માં પિતા બનવાનો છે.
હાલ કોહલી યૂએઈમાં આઈપીએલ રમી રહ્યો છે જ્યાં તેની પત્ની અનુષ્કા શર્મા પણ તેની સાથે યૂએઈમાં જ છે. અનુષ્કા અહીંથી કોહલી સાથે ઓસ્ટ્રેલિયા પણ જઈ શકે છે. કોહલી ઓસ્ટ્રેલિયામાં અનુષ્કા સાથે સમય પસાર કરી શકે તે માટે બીસીસીઆઈ ખાસ તૈયારીમાં છે. ભારતીય ટીમના ખેલાડીઓ યૂએઈમાં આઈપીએલ પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થશે. ઓસ્ટ્રેલિયામાં ટીમ ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે.