લોકડાઉનમાં પણ ઓનલાઇન શિક્ષણ વડે છાત્રોના ભાવિ ભવિષ્ય તરફ ધ્યાન અપાઈ રહ્યું છે. યુ ટ્યુબના માધ્યમથી છાત્રોને શિક્ષણ પ્રદાન કરાઇ રહ્યું છે. મહત્વનુ છે કે, કોરોના મહામારીના કારણે લગભગ એક મહિના પહેલાથી રાજ્ય અને દેશની બધી જ શાળા અને સ્કૂલો બંધ છે. દર વર્ષે એટલે કે અત્યારે એપ્રિલ મહિનામાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ની પરીક્ષાઓ લેવામાં આવે છે.
પણ આ વર્ષે ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ની પરીક્ષાઓના લઈને બધા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી આગલા ધોરણમાં મોકલી આપવામાં આવ્યા છે. એટલે કે ધોરણ નવના વિદ્યાર્થી ધોરણ 10માં આવી ગયા અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ બારમા ધોરણમાં આવી ગયા છે. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ આવતી હોવાના કારણે ધોરણ 10 અને 12નો સીલેબસ ડિસેમ્બર મહિના સુધી પૂરો કરવાનો હોય છે.
પણ અત્યારે શાળા બંધ હોવાથી બધા વિદ્યાર્થીઓ ઘરે છે. અને lockdown ક્યારે પૂરો થશે અને શાળા ફરી ક્યારથી ચાલુ થશે એ પણ હજુ નક્કી નથી. એટલે ઘરે રહેતા આ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે ના એ હેતુથી રાજ્યની કેટલીક શાળાઓ એ ઓનલાઈન ભણાવવાનું ચાલુ કર્યું છે. એમાંથી એક રાજપીપળાની ઉચ્ચતર માધ્યમિક જય અંબે શાળા છે કે, જે અભ્યાસક્રમનો વિડીયો બનાવી એમની યુ ટ્યુબ ચેનલ પર અપલોડ કરી દે છે કે જેથી ઘરે રહેતા વિદ્યાર્થીઓનો સિલેબસ સમયસર પૂરો થાય અને બોર્ડની પરીક્ષામાં એ લોકો સારા માર્ક્સ લાવી શકે.