જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના સુગૂ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા પ્રાપ્ત થઈ છે.
હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. જ્યારે સુરક્ષાદળોએ ઠાર મારેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર જપ્ત કર્યા છે.
મળતી માહિતી મુજબ, જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના સુગુ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમ, આર્મીની 44 આરઆર અને સીઆરપીએફ એ બુધવારે સવારે સુગો હેધામામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. જ્યારબાદ સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા છે.
આ પહેલા સોમવારે શોપિયાંના પિંજોરા વિસ્તારમાં સેનાએ 4 આતંકવાદીઓ ઠાર કર્યા હતા. જ્યારે રવિવારે શોપિયાંના હી રેબન ગામમાં 5 આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા.