રવિવારે સાંજે મણિનગર ફાયરબ્રિગેડ સ્ટેશનમાં રાખવામાં આવેલા રોબોટમાં બ્લાસ્ટ થતાં ધડાકાભેર અવાજ ગૂંજ્યો હતો. જેથી ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. ફાયરમેનના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.મણિનગર ફાયર સ્ટેશનમાં જે રોબોટમાં બ્લાસ્ટ થયો છે. તેને અમદાવાદ ફાયરબ્રિગેડને 12 દિવસ પહેલા જ દાનમાં આપવામાં આવ્યું હતું.
ગુજરાત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા GSPC મારફતે આ રોબોટ અમદાવાદ, સુરત, વડોદરા એમ ત્રણ કોર્પોરેશનને એક એક રોબોટ દાનમાં આપવામાં આવ્યા હતા. ગત 1 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પર આ રોબોટનું ડેમોસ્ટ્રેશન પણ કરાયું હતું. 12 દિવસમાં જ રોબોટમાં ખામી સર્જાતા બ્લાસ્ટ થયો છે.