ભુજનાં રહેણાક વિસ્તારમાં મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગી હતી. આખી ઘટનાની જાણ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર બ્રિગ્રેડની બે ટીમો ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને બે આગ બુઝાવી હતી. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું તારણ આપવામાં આવી રહ્યું છે. સદનસીબે કોઈને જાનહાની થઇ નથી. પરંતુ રાજ્યમાં હાલ ડ્યુઅલ સ્થિતિ સર્જાઈ છે. એક તરફ સૂર્યદેવ ઉપરથી આગ ઓકી રહ્યા છે, તો નીચે ગુજરાતની ધરતી પર અનેક ઠેકાણે આગના બનાવો બની રહ્યા છે. કાર, ફેક્ટરીમાં આગ લાગવાના બનાવોની જાણે કે લાઈન લાગી છે તેવુ લાગી રહ્યુ છે. ગુજરાતમાં રોજ આગ લાગવાના અનેક બનાવો બની રહ્યાં છે. જો કે, શહેરમાં આગની ઘટનાઓ થાય તેના માટે જવાબદાર કોણ? શા માટે વ્યવસ્થિત ચેકિંગ કરવામાં આવતુ નથી? શા માટે મોતથી ધમધમી રહેલી આવી બિલ્ડિંગ્સને ફક્ત નોટિસ જ આપવામાં આવે છે અને ત્યારબાદ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી? ખૂદ શિક્ષણ મંત્રીએ મોતની આ ઘટના બાદ કૉર્પોરેશનને ખો આપી દીધી છે. પણ ક્યાં સુધી આવું જ ચાલશે. આ વિષય પર ગંભીરતાથી વિચારવું જોઈએ. બરાબર રીતે ચેકિંગ કરવામાં આવવું જોઈએ. જો હજી પણ તંત્ર નહિ જાગ્યું તો ક્યારે જાગશે? કે પછી તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યુ છે તે પણ એક પ્રશ્ન છે.