કોરોના વાયરસને લઈ જ્યાં એક બાજુ દેશભરમાં આંકડાઓ સતત વધી રહ્યા છે..ત્યારે બીજીબાજુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે..રવિવારનો દિવસ ભારતના તટીય વિસ્તાર ગોવા માટે નવી ઉપલબ્ધી લઈને આવ્યો છે..અહીં કોરોના વાયરસના તમામ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે અને આ સાથે જ ગોવા દેશનું પ્રથમ એવુ રાજ્ય બન્યું કે જેણે કોરોનાને મ્હાત આપી હોય.
કોરોના વાયરસથી એક તરફ જ્યાં દેશ થોભી ગયો છે, તો આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. રવિવારના દિવસે ભારતનું તટીય રાજ્ય ગોવા નવી સિદ્ધિ લઈને આવ્યું છે. અહીં કોરોના વાયરસના તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સાત મામલા સામે આવ્યા હતા, જેમાં છ પહેલા જ સ્વસ્થ થઈ ગયા હતા. આખરી દર્દીનો કોરોના રિપોર્ટ રવિવારે નેગેટિવ આવ્યો ત્યારબાદ તેને પણ રજા આપી દેવામાં આવી છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ આ અંગેની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરતા જણાવ્યું કે સંતોષ અને રાહતની વાત છે કે ગોવાના છેલ્લા એક્ટિવ કોરોના દર્દીના ટેસ્ટનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. ડોક્ટર અને સપોર્ટ સ્ટાફ પ્રશંસાને પાત્ર છે. ગોવામાં હવે 3 એપ્રિલ બાદ કોઈ નવો કોરોનાનો કેસ સામે આવ્યો નથી. આ સાથે જ હવે ગોવાનું દેશનું પ્રથમ ગ્રીન ઝોન રાજ્ય બનવાનો માર્ગ મોકળો બની ગયો છે.