21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભારતની સાથે સાથે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા યોગ અને યોગીનું મહત્વ સમજાવ્યું હતું. પીએમ મોદીએ વહેલી સવારે યોગની સાથે સાથે દેશની જનતાને સંદેશ પણ પાઠવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યુ કે, જે આપણે જોડીએ, સાથે લાવીએ, તે જ યોગ છે. તેઓએ દેશવાસીઓને યોગ દિવસની શુભકામનાઓ આપતા કહ્યું કે, યોગ દિવસ એકજૂટતાનો દિવસ છે. જે એકબીજાને નજીક લાવે છે તે જ યોગ છે.
યોગથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે. તેમણે કોરોનાના કાળમાં અનુલોમ વિલોમ સાથે પ્રાણાયમ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે યોગના માધ્યમથી સમસ્યાઓના સમાધાનની વાત, દુનિયાના કલ્યાણની વાત કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે કોરોના સંકટમાં પણ યોગા અક્સીર ઈલાજ છે..
મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અમદાવાદ સહિત ગુજરાતમાં પણ કરવામાં આવી હતી. ગુજરાતના વિવિધ શહેરોમાં જાગૃત જનતાએ ઘરે રહીને યોગ દિવસમાં ભાગ લીધો હતો અને યોગ-પ્રાણાયામ કર્યા હતા.