બોલિવૂડમાં ફિલ્મ રીલિઝનો ટાઈમિંગ ખૂબ મહત્ત્વની બાબત છે. ટ્રેન્ડ એવું કહે છે કે ફેસ્ટિવલમાં રિલીઝ થતી ફિલ્મમાં નુકસાન જવાની શક્યતા ખૂબ નહિવત્ છે પણ તેનાથી ઉલ્ટું નવરાત્રિ એવો તહેવાર છે કે જ્યાં પ્રોડક્શન હાઉસ પોતાની ફિલ્મ રિલીઝ કરતાં ખચકાટ અનુભવે છે…….ટિકિટ કલેક્શનમાં દેશના વેસ્ટ ઝોન એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો હિસ્સો સૌથી વધારે હોય છે. નવરાત્રિમાં સામાન્ય રીતે ગુજરાતીઓ રાત્રે ગરબા રમવા જાય છે. હવે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ગરબાનો ક્રેઝ વધ્યો છે. આથી જ ગરબાના કારણે દર્શકો નહીં મળવાના કારણે બિગ બજેટની ફિલ્મ્સ નવરાત્રિ પર રીલિઝ થતી નથી. છેલ્લાં વર્ષના આંકડાઓ પણ આ વાતને સમર્થન આપે છે. છેલ્લાં 10 વર્ષમાં નવરાત્રિ દરમિયાન અંદાજે 31 ફિલ્મ્સ રીલિઝ થઈ હતી, જેમાં 22 ફિલ્મ્સ ફ્લોપ રહી હતી અને 9 જ ફિલ્મ હિટ રહી હતી. જોકે, આ નવમાંથી માત્ર ત્રણ જ ફિલ્મ સુપરહિટ રહી હતી. જોકે, આ વખતે નવરાત્રિ દરમિયાન એટલે કે બીજી ઓક્ટોબરે રીતિક રોશન તથા ટાઈગર શ્રોફની ‘વોર’ રિલીઝ થઈ છે. આ ફિલ્મે નવરાત્રિમાં ફિલ્મ્સ નથી ચાલતી તે વાતનું મહેણું ભાંગ્યું છે. રીતિક-ટાઈગરની આ ફિલ્મે પહેલાં જ 53.35 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ હિંદી સિનેમામાં અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -