યશરાજ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 2નું ટ્રેલર રિલીઝ થતા જ તેનો વિરોધ ચાલુ થઈ ગયો છે. શહેરના કેટલાંય વ્યાપારિક અને સામાજિક સંસ્થાનોએ રાની મુખર્જીની આ ફિલ્મના કંટેન્ટ પર વિરોધ જતાવતા પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. સંગઠનોનો આરોપ છે કે ફિલ્મમાં કોટા શહેરની છબી ખરાબ બતાવવાની કોશિશ કરવામાં આવી છે………….ફિલ્મ મર્દાની 2ના ટ્રેલરમાં કોટાને કોચિંગ સિટી જણાવતા દેશભરથી વિદ્યાર્થીઓના આવવાની વાત કરી છે. તેની સાથે જ કોટામાં મહિલાઓ સાથે રેપની વાતને પણ જણાવવામાં આવી છે. લોકોનું કહેવુ છે કે આ કાલ્પનીક કથામાં કોટાનું નામ જ ન લેવામાં આવવુ જોઈએ. આ ફિલ્મથી કોટાનું નામ બદનામ થશે અને તેથી કોટાનું નામ હટાવવામાં આવે. આ ફિલ્મમી શૂટિંગ કોટામાં જ થઈ છે……… કોટા પહોચેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ફિલ્મ મર્દાની 2ના વિરોધમાં કેટલાંય સંગઠનોના પ્રતિનિધિઓએ અરજી આપીને આ ફિલ્મ પર તરત કાર્યવાહી કરવાની માગ કરી છે. આના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે મને કેટલાંક સંગઠનોએ જણાવ્યું કે ફિલ્મ મર્દાની 2માં કોટા શહેરને ફિલ્મોના માધ્યમથી બદનામ કરવાનો કોઈને અધિકાર નથી અને જે ઘટનાઓ જણાવી છે તે પણ કાલ્પનિક છે. કાલ્પનિક ઘટનામાં શહેરનું નામ લેવુ ગંભીર છે અને તેના માટે નિશ્ચિત રૂપે કાર્યવાહી કરવામાં આવશે.જણાવી દઈએકે રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 2, વર્ષ 2014મા આવેલી ફિલ્મ મર્દાનીની સીક્વલ છે. આ ફિલ્મમાં રાની મુખર્જી ઈન્સપેક્ટર શિવાની શિવાજી રોયનો રોલ નિભાવી રહી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -