બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં મેઘરાજા મનમુકીને વરસતા જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. દાંતીવાડાના પાંથાવાડા-ધાનેરા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. દર ચોમાસે રસ્તા પર પાણી ભરાવાનો પ્રશ્ન પેચીદો બની રહ્યો છે. રોડના નવીનીકરણમાં ડાયવર્જન રોડ પર પાણી ભરાતા બે દિવસથી વાહન વ્યવહાર બંધ રહેવા પામ્યો હતો. રોડ પરના નાળા બનાવવામાં કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના કારણે આ સમસ્યા સર્જાતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિકાલ ના કરવામાં આવતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. હજુ પણ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. જિલ્લામાં મહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. જોકે બીજીબાજુ જિલ્લામાં મેઘાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -