રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારી પત્ર ભરવાનો આઅંતિમ દિવસ હતો. આ વચ્ચે બહુચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે.
લાલજી દેસાઇ જૂથ અને ધારાસભ્ય જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. મેન્ડેટ ફાડી નાખવાને લઇ બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, બહુચરાજીમાં કોંગ્રેસ ના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.
મેન્ડેટ ફાડી નાંખવા બાબતે મારામારી થઈ હતી. જેમાં બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર ઉપર હુમલો કરાયો હતો. લાલજીભાઈ સેવાદલના રાષ્ટીય અદયક્ષના જૂથ અને બહુચરાજીના ધારાસભ્ય જૂથ વચ્ચે તકરાર થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે ગીતાબેન દેસાઈ અને અશોકભાઈ પટેલના મેન્ડેટને લઈ આ માથાકૂટ થઈ હતી. જ્યારબાદ બન્ને જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.