સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના રંગપુર પાટિયા પાસેની બાલાજી વેફર્સની ફેક્ટરીમાં ભીષણઆગ ફાટીની નીકળી છે. આગને પગલે દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. તો આગપર કાબૂ મેળવવા માટે બાલાજી વેફર્સના પ્લાન્ટ પર ફાયરબ્રિગેડની 10 ટીમ દોડી ગઈ છે અનેઆગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. 10મી તારીખે તો ફેક્ટરીનું ઓપનિંગ થવાનું હતું ઉનાળામાં દિવસેને દિવસે આગની ઘટનાઓ વધી રહી છે. તેમાં હિંમતનગરના રંગપુર ગામ પાસે આવેલી જાણીતી વેફર્સ કંપની બાલાજીની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે.
જો કે હજુસુધી હિંમતનગરની વેફર્સ ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગ ફેક્ટરીમાંફેલાઈ હતી. જેને પગલે બાલાજી વેફર્સની ફેક્ટરીમાં નાસભાગ મચી ગઈ હતી. મળતી વિગતઅનુસાર ફેક્ટરીમાં આકસ્મિક કારણોસર આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપધારણ કર્યુ હતું. જેને પગલે ફેક્ટરીમાં નાસભાગ મચી હતી. વિકરાળ આગને પગલે દૂર દૂર સુધીધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. આગને પગલે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનીશક્યતા છે. આગના બનાવની જાણ થતાં ઈડર અને હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટનાસ્થળે 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી હતી.