અક્ષય કુમાર તેની ફિલ્મોને કારણે તો ચર્ચામાં રહે જ છે પણ હવે તે તેના મ્યુઝિક વીડિયોને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. અક્ષય કુમારનો ડેબ્યુ મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’ યુ ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને 200 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ સાથે જ ભારતમાં યુ ટ્યુબ પર સૌથી ઝડપથી 200 મિલિયનથી વધુ વ્યૂ મેળવનાર મ્યુઝિક વીડિયો બની ગયો છે……….અક્ષયે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘ફિલહાલ દરેક સેકન્ડ આગળ વધી રહ્યું છે. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર. આપણે 200 મિલિયન વ્યૂ ક્રોસ કરી લીધા છે અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પહેલા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યા છીએ.
આનાથી વધુ કઈ માગી ન શકું.’અક્ષય કુમારના પહેલા મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’માં તે કૃતિ સેનનની બહેન નૂપુર સાથે દેખાયો છે. આ સોન્ગને બી પ્રાકે ગાયું છે. બી પ્રાકે અગાઉ અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નું ‘તેરી મિટ્ટી’ સોન્ગ ગાયું હતું………….આ રોમેન્ટિક સોન્ગમાં અક્ષય કુમાર, નૂપુર સિવાય ફેમસ પંજાબી સિંગર એમી વિર્ક પણ સામેલ છે. ગીતનું શૂટિંગ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં થયું હતું. આ વીડિયોનું ડિરેક્શન અરવિંદ ખૈરાએ કર્યું છે. આ સોન્ગને જાનીએ લખ્યું છે.