સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં ચાલુ સાલે ઓછા વરસાદ ને લઈ ઘાસચારો નિષ્ફળ જવાનીભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં ગત ચોમાસામાં નહિવત વરસાદ પડતાનદી – નાળાઓમાં વરસાદી પાણી નહીંવહેતા તાલુકાના તમામ તળાવો કોરાધાકોર રહ્યા હતા. જેને લઇજમીનમાં પાણીના સ્તર ઊંચા ન આવતા શિયાળાના અંતમાં ખેડૂતોએ પાકોની સિંચાઇ માટે ખોદેલાકૂવાઓ તેમજ બોરમાં પાણી ખુટી તળીયા દેખાવા લાગ્યા હતા. જેથી ખેડૂતો શિયાળુ પાકો પણ પૂરતા પાણીથી બળતા બળતા પકવતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
તાલુકાના ખેડૂતો ખેતી સાથેપશુપાલનનો વ્યવસાય મોટાપાયે કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે જેથી ખેડુતોએ અબોલપશુઓના જીવનનિર્વાહ માટે પાણીની અછતને લઇથોડીથોડીજમીનમાં ઘાસચારાનું વાવેતર કર્યું હતું.જે ઘાસચારામાં એકાદ – બે પાણી પિયત કરતા જ ઉનાળાના પ્રારંભે જ બોર અને કુવાઓમાં પાણી ખુટી જતા ઉભો ઘાસચારો પાણી વગર બળવા લાગ્યું છે જેને લઇ તાલુકામાં ઘાસચારાની અછત સર્જાઈભાવો આસમાને પહોંચી જતા પશુપાલકો આગામી દિવસોમાં પશુઓના જીવનનિર્વાહ ને લઈ ચિંતિત બની ગયા છે